નાવ તરે ભવસાગર તારૂ
નાવ તરે ભવસાગર તારૂ, કાઠે લાવી બુડાડીશમા
તારી શકે તો તારજે જીવડા, બીજાને ડુબાડીશમા...ટેક
તારે આંગણીયે આંબા રોપજે, બાગ બીજાનો બગાડીશમા
એના ફળ તુ સદાય જમજે, એના મૂળ ઉખાડીશમા...નાવ
ભર્યા હોય ભંડાર કોઇના, એમા તુ લાઇ લગાડીશમા
સીધા મારગડે ચાલ્યો જાજે, સુતા સાપ જગાડીશમા...નાવ
મહેલ પરાયા જોઇ બીજાના, ઝુપડુ તારૂ બાળીશમા
માલ વિનાની દુકાન ઉપર, ખોટા બોડ લગાડીશમા...નાવ
જો કોઇ મુખેથી રામ ભજેતો, એના તાર તુ તોડીશમા
કહે પુરષોતમ સ્વાર્થને કારણે ખોટા સુર વગાડીશમા...નાવ
0 Comments