જેસલ કરી લે વિચાર
જેસલ કરી લે વિચાર , માથે જમ કેરો માર ,
સપના જેવો છે આ સંસાર , તોળી રાની કરે છે પોકાર ..
આવો ને જેસલ રાય , આપણે પ્રેમ થકી મળીએ જી ...
હિરલા એરણ માં ઓરાય , માથે ઘન કેરા ઘા ,
ફૂટે ઇ તો ફટાકિયા કેવાય , ખરા ની ખરે ખબરૂ થાય ,
આવો ને જેસલ રાય , આપણે પ્રેમ થકી મળીએ જી ...
ગુરુ ના ગુણ નો નહીં પાર , ભક્તિ ખાંડા કેરી ધાર
નૂગરા શું જાણે એનો સાર , એનો એળે ગયો અવતાર ,
આવો ને જેસલ રાય , આપણે પ્રેમ થકી મળીએ જી ...
અનુભવી આવ્યો છે અવતાર ,માથે સદગુરુ નો આધાર ,
જવું મારે હરી ને દરબાર , બેડલી ઉતારો ભાવ પાર,
આવો ને જેસલ રાય , આપણે પ્રેમ થકી મળીએ જી ...
0 Comments