Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

હરી હરાની મરજી મે તો

હરી હરાની મરજી મે તો

 

હરી હરાની મરજી મે તો, અરજી કરી છે એને

ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છેને...

દુનીયાને છોડી દોડી, શરણ ગ્રહયુ છે એનુ

મારા જીવનની દોરી, એને હાથ છેને...હરી હરાની ...


છે દિન દયાળુ એવો, શાંભળશે દાદ મારી

ઇ જાણે છે મારા દિલની, કહીશ દિલની એને...હરી 
હરાની...


તીરછી નજરે એણે ઘાયલ કર્યો છે મુજને

દિલડુ થયુ દિવાનુ ચાહે છે દિલથી એને...હરી હરાની ...

પ્રિત કરીને મુજથી, પરદે રહે છે પ્રિતમ

પ્રિતમ પ્રિતમ જંખે, દિલ દર્શન કારણ એને...હરી હરાની ....

એની નજરે જીવન મારૂ, જીવુ છુ ઇ નજરે

ગાફીલ છુ પણ એની, નજર મુજ પર છેને...હરી 
હરાની ...

Post a Comment

0 Comments